બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2024
ભારત સરકારે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરીને સ્વરોજગાર મેળવી શકે તેના માટે ઘણી યોજનાઓ બનાવી છે. મહિલાઓને પોતે ચલાવતી હોય તેવા વ્યવસાયમાં પણ નાણાકીય સહાય તથા વ્યવસાય ને લગતી સામગ્રી પણ પ્રદાન કરવામાં આવે છે. જેમાંની એક બ્યુટી પાર્લર કીટ સહાય યોજના છે. આ યોજનાનો હેતુ, કયા કયા લાભો મળશે, કોને કોને લાભ મળશે ,અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ્સ ,અરજી કઈ રીતે કરવી વગેરે માહિતી નીચે મુજબ દર્શાવેલી છે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાં શું છે જાણો ?
આ યોજના ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. અને તે માનવ કલ્યાણ યોજનાનો જ એક ભાગ છે. આ યોજનામાં ગુજરાત રાજ્યમાં સમાજના પછાત અને આર્થિક રીતે નબળી મહિલાઓને આપવામાં આવે છે. જે મહિલાઓ આર્થિક સ્થિતિ ના કારણે અમુક બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતી નથી તેમને beauty parlour kit sahay yojana gujarat આ કીટ ખરીદવા માટે આ યોજના હેઠળ રૂપિયા 11,800 ની સહાય આપવામાં આવે છે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો હેતુ શું છે?
આ સ્કીમ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે જેઓ પોતાનો બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. પરંતુ આર્થિક રીતે નબળા હોવાથી આ પાર્લર કીટ વસાવી શકતા નથી તેથી તેમને આ નાણાકીય સહાય આપવા માટે આ યોજના બનાવવામાં આવે છે. તેનાથી આ લોકો પોતાનો વ્યવસાય શરૂ કરીને આત્મ નિર્ભર બની શકે છે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાના પાત્રતા અને શરતો
આ યોજનાનો લાભ મેળવવા માટે યોગ્ય પાત્રતાઓ નક્કી કરેલી છે.જો તમે તે પાત્રતા ધરાવતા હશો તો જ આ સહાય નો લાભ મળશે .નક્કી કરેલી પાત્રતાઓ નીચે મુજબ દર્શાવેલી છે:
- લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે.
- બીપીએલ કાર્ડ ધારકોને લાભ મળવા પાત્ર રહેશે .
- સમાજના આર્થિક અને પછાત લોકોને આ સહાય મળવાપાત્ર રહેશે.
- જો લાભાર્થી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને તેના કુટુંબની વાર્ષિક આવક રુ 1,20,000/- હોવી જોઈએ.
- જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે અને તેના કુટુંબની વાર્ષિક આવક રુ 1,50,000/- હોવી જોઈએ.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય
સમાજમાં અમુક પછાત અને આર્થિક રીતે નબળા લોકો આ વ્યવસાય કરીને બ્યુટી પાર્લર ની કીટ ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે ખરીદી શકતા નથી .તેમના માટે સરકારે આ બ્યુટી પાર્લર કીટ સહાય યોજના દ્વારા રૂપિયા 11,800 ની સહાય આપીને આ કીટ ખરીદવા માટે મદદ પ્રદાન કરેલી છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી?
Beauty parlour kit sahay yojana gujarat 2024 online registration આ સ્કીમ નો લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે .જેમાં ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેની માહિતી નીચે મુજબ આપેલી છે.:
- સૌથી પહેલા google માં જઈને “e-kutir-portal ” શોધો કરવાનું રહશે.
- એ પછી આ યોજના ની વેબસાઇટ e-kutir portal નું હોમ પેજ ખુલશે.
- એ e-kutir portal હોમ પેજ ઉપર ઘણી બધી યોજનાઓ જોવા મળશે .તેમાં માનવ કલ્યાણ યોજના ઉપર ક્લિક કરો.
- જો તમે પહેલા કોઈ વખત આ વેબસાઈટ ઉપર અરજી કરેલી હોય તો તે યુઝર આઇડી અને પાસવર્ડ બનાવ્યો હોય તો તેમાં લોગીન પોર્ટલ ઉપર ક્લિક કરો.
- લોગીન કર્યા પછી તેમાં માનવ કલ્યાણ યોજનામાં ચાલતી અનેક વિવિધ યોજનાઓ દર્શાવેલી હશે.
- બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ઉપર ક્લિક કરો અને તેનું ફોર્મ ખુલશે.
- આ ફોર્મમાં માંગેલી તમામ વ્યક્તિગત માહિતી ભરીને ” save & next ” કરવાનો રહેશે.
- આમાં ઘણા બધા ઓપ્શન આપેલા હશે તો તમારે પોતાના અભ્યાસ અને અનુભવના આધારે આ બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી તમે આ કોર્સ માટે જે અભ્યાસ કરેલો હોય તથા તેના પ્રમાણપત્રો ના આધારે વિગતો દર્શાવવાની રહેશે.
- તેમાં માગ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે .
- તે પછી નીચે આપેલા નિયમો અને શરતો વાંચીને ” confirm application ” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઇન અરજી સબમિટ થઈ ગયા પછી એપ્લિકેશન નંબર આવે તે તમારે લખીને સુરક્ષિત જગ્યાએ સાચવી રાખવાનો રહેશે.
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |