આ દેશની છોકરી સાથે લગ્ન કરવા પર સરકાર આપે છે દર મહિને 3 લાખ રૂપિયા!
આઈસલેન્ડમાં પુરૂષની જનસંખ્યા ખુબ ઓછી છે અને આ કારણથી જ અહીંની સરકારે એક ખાસ ઓફર કાઢી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આઈસલેન્ડની સરકાર આ દેશની છોકરી સાથે લગ્ન કરનાર અન્ય દેશના યુવકને દર મહિને 5 હજાર ડોલર આપશે. એટલે કે, તમને આઈસલેન્ડની યુવતી સાથે લગ્ન કરવા પર મળશે દર મહિને 3 લાખ 33 હજાર રૂપિયા.
આ શહેરમાં પુરૂષોની જનસંખ્યા સૌથી ઓછી છે, જેના કારણે મજબૂર થઈને આઈસલેન્ડ સરકારે આ પગલું લેવું પડ્યું છે. આજકાલ આ સમાચાર ઈન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહ્યા છે.
લગ્નની આ શાનદાર ઓફરમાં લગ્ન ઈચ્છુક પુરૂષે આ દેશની છોકરી સાથે લગ્ન કર્યા બાદ આ દેશમાં જ હંમેશા માટે રહેવું પડશે. સમાચાર છે કે, નોર્થ આફ્રિકાના લોકોને આ ઓપર માટે અગ્રતા આપવામાં આવશે. પરંતુ અસલમાં સચ્ચાઈ કઈંક અલગ જ છે.
આ સમાચારની સચ્ચાઈની તપાસ કરનારી સાઈટ સ્નોપ્સ.કોમે આ ન્યૂઝ જૂઠા હોવાનો દાવો કરતા કહ્યું કે, આઈસલેન્ડ જેવા સમૃદ્ધ દેશમાં 1007 પુરૂષો પર 1000 મહિલાઓ છે અને આ રીતે આ દેશમાં છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષોની કોઈ અછત નથી.
જો સ્નોપ્સ.કોમની વાત સાચી હોય તો, લગ્નની સાથે-સાથે પૈસા કમાવવાનું તમારૂ સપનું શરૂ થયા પહેલા જ તૂટી જશે.
ક્યાંથી શરૂ થઈ આ સમાચારની શરૂઆત
આ સમાચારની શરૂઆત એક વ્યક્તિના બ્લોગથી શરૂ થઈ, જેણે આઈસલેન્ડ સરકારની આ ઓફરની જાણકારી આપી હતી. એટલું જ નહી, આ સમાચાર વાયરલ થયા બાદ, આઈસલેન્ડની છોકરીઓને બીજા દેશના છોકરાઓએ ફેસબૂક રીકવેસ્ટ મોકલવાનું પણ શરૂ કરી દીધુ હતું. આ રીતે લોકોને લાગ્યું કે, આઈસલેન્ડ સરકાર સાચે જ આવી ઓપર આપી રહી છે, પરંતુ હકીકતમાં આવું કશુ જ નથી.