WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Blog

એમપીના શ્યોપુરમાં લગ્ન પ્રસંગે ઘોડી પર બેસતાં જ વરરાજાનું મોત થતાં ગમ વ્યાપ્યો હતો.

ખુશીનો પ્રસંગ ગમમાં ક્યારે પલટાઈ જાય એ તો ‘એ’ (ભગવાન) જાણે. અહીં બેઠેલો માણસ ગમે તેટલો ઘમંડ કરતો હોય પરંતુ બાજી તો ઉપરવાળાના હાથમાં છે. લગ્ન જેવો ખુશીનો પ્રસંગ હોય, પરિવાર દીકરાને પરણાવવા બેઠું હોય ત્યારે જ લગ્ન કરનારો જ મોત સાથે ફેરા ફરી તો કેવું લાગે? એમપીના શ્યોપુરમાં લગ્નપ્રસંગમાં ઘોડી પર બેસતાં જ વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું ઘોડી પર જ મોત થયું હતું, આ ઘટના બાદ લગ્નમાં હાહાકાર મચ્યો હતો અને ખુશી પળવારમાં માતમમાં બદલાઈ ગઈ હતી.

ઘોડી પર બેસતાં જ આવ્યો હાર્ટ એટેક

શ્યોપુર કોંગ્રેસના નેતા યોગેશ જાટના ભત્રીજા પ્રદીપ જાટના લગ્નની ઉજવણી ચાલી રહી હતી. NSUI ના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ પ્રદીપ, મિત્રો અને પરિવાર સાથે નાચતા અને ગાઈને તેમના લગ્ન સમારોહનો આનંદ માણી રહ્યા હતા. વરરાજાનું સામૈયું કર્યાં બાદ બીજી વિધીઓ ચાલી રહી હતી અને વરરાજા ઘોડી પર સવાર થઈને લગ્ન મંડપ તરફ આગળ વધ્યાં હતા પરંતુ આ દરમિયાન ઘોડી પર બેઠેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો અને ઘોડી પર બેઠાં બેઠાં માથું નીચુ કરી દીધું, આ જોઈને મહેમાનો ભાગ્યાં અને તેને બેઠો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેટલી વારમાં વરરાજા જઈ ચૂક્યાં હતા એટલે કે તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.

મંડપમાં દુલ્હને પાડી મરણચીસો

પહેલાં આ ઘટનાથી દુલ્હન બેખબર હતી તે શણગારેલા મંડપ પોતાના ભરથારની રાહ જોઈને બેસી રહી હતી જ્યારે ખબર પડી ત્યારે તેણે મરણચીસો પાડી હતી. લગ્નનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો અને ખુશીઓથી ભરેલા ઘરમાં રડવાના અવાજો આવવા લાગ્યાં. લગ્નની બધી વિધિઓ અધૂરી રહી ગઈ અને પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો, પરિવારને ક્યાં ખબર હતી દીકરાને પરણાવાના તેમના ઓરમાન અધૂરા રહી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *